Gujarat

લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં, મોટા ભાગના મહાનગરોમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી ઉપર

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહિ મળે. પવનની દિશા ઉતર પૂર્વથી પૂર્વ તરફની છે. અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે.

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે અમદવાદમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં મહત્તમ તાપમાન 31 અને લઘુત્તમ 16 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં મહત્તમ 32 અને લઘુત્તમ 18 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે રાજકોટમાં મહત્તમ 31 અને લઘુત્તમ 14 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની શક્યતા છે.

રાજકોટમાં મહત્તમ 32 અને લઘુત્તમ 13 ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન 29.3 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 16.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વડોદરામા મહત્તમ 30.8 અને લઘુત્તમ 15.6 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં મહત્તમ 29 અને લઘુત્તમ 14.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટ મહત્તમ 32.1 અને લઘુત્તમ 13.4 ડિગ્રી સેલ્સિયસ તેમજ સુરતમાં મહત્તમ 33.9 અને લઘુત્તમ 17.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

ડાંગમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નોંધાયું ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ડાંગમાં મહત્તમ 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 8.1 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાયું હતું. જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી જેટલું નોંધાયું હતું. રાજ્યના મુખ્ય શહેરોના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. જેને લઈને બપોરના સમયે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.