મિશન વિજયી ભવઃ ના મંત્ર સાથે એલાન-એ – જંગના મંડાણ થયાં.
લોકસેવા માટે વોર્ડ નંબર ત્રણના મતદાતાનો સહયોગ માંગીને આ વિસ્તારના સ્વ. જયસુખભાઈ નાકરાણીએ દર્શવેલ નકશેકદમ પર ચાલવાનો સંકલ્પ કરતાં ગૌતમ સાવજ
સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે યુવાન, શિક્ષિત અને સરળ સ્વભાવ ધરાવનાર એડવોકેટ ગૌતમ સાવજે ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું.
સ્વ જયસુખભાઈ નાકરાણીના સેવાકીય કાર્યને આગળ વધારવા યુવાન એડવોકેટ ગૌતમ સાવજ મેદાને…
સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની પેટા ચૂંટણી માટે પ્રદેશ ભાજપના મેન્ડેડ પર અમરેલી જિલ્લા ભાજપ અને શહેર સંગઠન દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે એડવોકેટ ગૌતમ સાવજે ફોર્મ ભર્યું.
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની આગેવાનીમાં બહોળી સંખ્યામાં હોદેદારો કાર્યકર્તાઓ, સમર્થકો અને નગરપાલિકા સદસ્યો સાથે મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, “યુવા એડવોકેટ ગૌતમ સાવજ શિક્ષિત અને સરળ સ્વભાવ અને સારું વ્યકિતવ ધરાવે છે. તેઓ વોર્ડ નંબર ત્રણના વિકાસ માટે સમર્પિત છે અને મને વિશ્વાસ છે કે તેઓ આ પેટા ચૂંટણીમાં વિજયી થશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ હંમેશા વિકાસનું રાજકારણ કરે છે અને સાવરકુંડલા શહેરના વિકાસ માટે કટિબદ્ધ છે.
એડવોકેટ ગૌતમ સાવજે ફોર્મ ભર્યા બાદ જણાવ્યું હતું કે, સ્વ.જયસુખભાઈ નાકરાણીના સેવાકીય કાર્યથી કોઈ અજાણ નથી તેમના સેવાકીય કાર્યને આગળ વધારવા અને વોર્ડના લોકોના નાના મોટા પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકી અને મને ઉમેદવાર બનાવ્યો છે અને મારા વોર્ડ નંબર ૩ ના લોકોનો વિશ્વાસ અને સાથ સહકારથી જયસુખભાઈ નાકરાણીની સેવાકીય કાર્ય પદ્ધતિને આગળ વધારવા અને લોકોની અપેક્ષાઓ પર ખરો ઉતરવાનો પ્રયાસ કરીશ અને વોર્ડના વિકાસ માટે સતત કાર્યરત રહીશ.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ શહેરના વિકાસ માટે નવી યોજનાઓ લાવશે અને લોકોને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે પ્રયત્ન કરશે.



ફોર્મ ભરવાના કાર્યક્રમમાં શહેરના હોદ્દેદેદારો આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ ઉત્સાહપૂર્ણ રહ્યું હતું અને કાર્યકર્તાઓએ ભાજપના ઉમેદવારની જીત માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. ત્યારે હાલ વોર્ડ નંબર ૩ ના લોકોનો ભાજપના શિક્ષિત ઉમેદવારની પસંદગીથી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બિપીન પાંધી સાવરકુંડલા