Gujarat

કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં હવે દર ગુરૂવારે અોર્ગેનિક શાકભાજી વેચાશે

જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરના કમ્પાઉન્ડમાં હવેથી દર ગુરૂવારે બપોરે 4 થી 6 દરમિયાન અર્ગેનિક શાકભાજી, ઘાણીનું તેલ, તેમજ બીજી પ્રાકૃતિક ખેતી થકી ઉગાડેલી વસ્તુઅ મળશે. પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા જિલ્લા વહીવટી તંત્રએ અ પહેલ કરી છે. જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાએ આજે પ્રાકૃતિક કૃષિ હાટનો પ્રારંભ કરાવ્યો હતો. ખાસ કરીને કલેક્ટર કચેરીના અધિકારી, કર્મચારી સહિતના લોકો પ્રાકૃતિક રીતે પકાવેલા શાકભાજી સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓની ખરીદી કરી શકે અ માટેનું અ અયોજન છે.

આ તકે કલેક્ટરે જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુહિમ શરૂ કરી છે, તેને આગળ વધારવા માટે સતત જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી મળતા માર્ગદર્શન અને સૂચનો અનુસાર જિલ્લામાં દિન પ્રતિદિન પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવાથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. કલેકટર કચેરીના અધિકારી-કર્મચારી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો મળી રહેશે અને તેમના પરિવારજનોનું આરોગ્ય વધુ બહેતર બનશે.