આ કેમ્પમાં જામનગરના ખ્યાતનામ તબીબો નિદાન અને સારવાર આપી હતી. દાતા પરિવારના મહમદયુસુફ દાઉદભાઈ જુમાણી, અશરફભાઈ દાઉદભાઈ જુમાણી, ઈમ્તિયાઝભાઈ
દાઉદભાઈ જુમાણી અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પમાં તબીબોમાં દુબઈથી આવેલા દાતા પરિવારના જ તબીબ ડો. આદિલ ઈમ્તિયાઝ જુમાણી (MBBS, MD, MRCP) અને ડો. સાનિયા મહમદ યુસુફ જુમાણી (MBBS, MBA HCM), આંખના રોગોના નિષ્ણાત ડો. અમિત મહેતા (MS OPTHO), હ્રદય, ફેફસાં, ડાયાબિટિસ, બ્લડપ્રેશરના નિષ્ણાત ડો. અલ્કેશ પાટલિયા (MD PHYSIAN) અને ડો. વસીમ અલ્વારે (MD PHYSIAN), કાન, નાક, ગળાના રોગોના નિષ્ણાત ડો. ભાવેશ મહેતા (MS ENT), હાડકા, મણકા સાંધાના રોગોના નિષ્ણાત ડો. હાર્દિક સંઘાણી (MS ORTHO), સ્ત્રી રોગના નિષ્ણાત ડો. ડિમ્પલ ઉદાણી (MBBS DGO), દાંતના સર્જન ડો. જનક એચ. માંગુકિયા (BDS), વાંકા ચૂંકા દાંતના નિષ્ણાત ડો. એસ. એસ. દલ (BDS, MDS) સેવા આપી હતી.

જોડિયાની સેવાભાવી સામાજિક સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળામાં સવારે ૯ થી બપોરે 3 સુધી આયોજીત આ કેમ્પમાં આવશ્યક દવાઓ પણ દાતા પરિવાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવી હતી. આંખના મોતિયાના આશરે 50 ઓપરેશન જામનગરમાં ડો. અમિતભાઈ મહેતાની હોસ્પિટલમાં દાતા પરિવાર દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ સુખપરિયા, ટ્રસ્ટીઓ અશોકભાઈ વર્મા, પાર્થભાઈ સુખપરિયા અને જોડિયાના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર=શરદ એમ.રાવલ. ગામ=હડીયાણા.