Gujarat

કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમના રસ્તા પર કપચી જ કપચી, ટુ-વ્હીલર સ્લિપ થવાનો ડર; પાર્કિંગની વ્યવસ્થા પણ નબળી

વડોદરા શહેરનું કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ 230 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું.

અહીં ઇન્ટરનેશનલ મેચો સતત રમાઈ રહી છે. સચિન તેંડુલકર જેવા મહાન ક્રિકેટર પણ અત્યારે રમવા માટે આવ્યા છે, તેમ છતાં મુખ્ય રોડથી સ્ટેડિયમ તરફ જતો રસ્તો હજી તૈયાર કરવામાં આવ્યો નથી. જેના કારણે મેચ જોવા માટે આવતા ક્રિકેટ રસિકોને હેરાન થવું પડી રહ્યું છે. આ રોડ પરથી પસાર થતાં વાહનો સ્લિપ ખાઈ જાય છે.

રસ્તો કાચો હોવાથી સચિન તેંડુલકર સહિતના ક્રિકેટરને સ્ટેડિયમ તરફ જતા બીજા રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. જે રસ્તો સિંગલપટ્ટી છે જેથી ઇન્ટરનેશનલ મેચો રમતા ક્રિકેટર્સને પણ મુશ્કેલી પડે છે.