Gujarat

રાજકોટ ખેરવા ગામની સીમમાં ખુલ્લા પટમાંથી સ્વીફટ કારમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB શાખા.

રાજકોટ ખેરવા ગામની સીમમાં ખુલ્લા પટમાંથી સ્વીફટ કારમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB શાખા.

રાજકોટ શહેર તા.૧૨/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કુલદીપસિંહ જાડેજા તથા વિજયભાઇ મેતા તથા યુવરાજસિંહ રાણા નાઓને મળેલ સયુંકત હકીકત આધારે ખેરવા ગામની સીમમાં યાસીન એલોય કારખાના પાસે આવેલ ખુલ્લા પટમાંથી સ્વીફટ કારમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. મારૂતી સ્વીફટ કાર નં.GJ-13-AM-6284 કિ.૪,૦૦,૦૦૦ નો ચાલક બોટલ નંગ-૭૬૫ કિ.રૂા.૯૭,૯૨૦ કુલ કિ.રૂા.૪,૯૭,૯૨૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251012-WA0044.jpg