રાજકોટ ગોંડલ ચોકડી પાસેથી કારમાં બનાવેલ ચોર ખાનામાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB.
રાજકોટ શહેર તા.૪/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB પોલીસ એમ.જે.હુણ, પી.બી.ત્રાજીયા તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મયુરભાઇ પાલરીયા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી નાઓને મળેલ સયુંકત હકીકત આધારે ગોંડલ ચોકડી પાસેથી બ્રેઝા કારમાં બનાવેલ ચોર ખાનામાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડવામાં આવેલ છે. આજીડેમ પોલીસ સ્ટેશન પ્રોહી.કલમ-૬૫-ઇ,૧૧૬-બી, ૯૮(૨), આરોપી (૧) નીરવભાઇ કિશોરભાઈ મોટેરીયા ઉ.૨૭ રહે.સુખસાગર સોસાયટી શેરીનં.૧ ગોવર્ધન ચોક રાજકોટ. મારૂતી સુઝુકી બ્રેજા વીટારા કાર રજી.નં.GJ-27-BL-5117 કિ.રૂા.૫,૦૦,૦૦૦ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-૨૫૮ કિ.રૂા.૫૯,૭૦૦ ફૂલ કિ.રૂ.૫.૫૯,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.