Gujarat

રાજકોટ જાહેરમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડતી થોરાળા પોલીસ સ્ટેશન ટીમ.

રાજકોટ જાહેરમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડતી થોરાળા પોલીસ સ્ટેશન ટીમ.

રાજકોટ શહેર તા.૪/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા સૂચના કરેલ હોય જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એમ.એસ.મહેશ્વરી તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં સખત પેટ્રોલીંગમાં રહી પ્રોહી-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા સુચના કરેલ જે અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન રાજેશભાઇ મેર, દેવશીભાઇ ખાંભલા, જયદિપસિંહ જાડેજા નાઓની હકિકત આધારે ભાણજી બાપાના પુલ પાસે ટ્રેક્ટર ચોકના ખુણે જાહેરમાં રોડ ઉપરથી નીચે જણાવેલ નામ વાળા આરોપીઓને ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. થોરાળા પો.સ્ટે. કલમ-૧૨ મુજબ (૧) સાહીલ કરીમભાઇ પરમાર ઉ.૨૭ રહે,રાજકોટ (૨) નિઝામ ગનીભાઇ મકવાણા ઉ.૪૬ રહે,રાજકોટ (૩) લાલુભાઇ વલ્લભભાઇ રાઠોડ ઉ.૪૦ રહે.રાજકોટ (૪) કાનાભાઈ ગોવિંદભાઈ બરાસરીયા ઉ.૨૫ રહે,રાજકોટ કબ્જે કરેલ મુદ્દામાલ રોકડ રૂ.કિં.૨૦,૨૬૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250204-WA0035.jpg