સહકાર સેવા મંડળ ધ્વારા ભુજ શહેર ના “એ” ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી હાર્દિક ત્રિવેદી સાહેબની સરાહનીય કામગીરી બદલ શાલથી સન્માન કરવામાં આવેલ.
મહા શિવરાત્રી, હોળી, રમઝાન હિન્દુ- મુસ્લિમના ભાઈચારાથી ધાર્મિક તહેવારો ઉજવવામાં આવ્યો હતો.. તે કાર્યમાં પોલીસ બંદોબસ્તની સારી કામગીરી સરાહનીય હતી. તેમની આ કામગીરી બદલ સન્માન કરવામાં આવેલ.
જેમાં સહકાર સેવા મંડળ ના પ્રમુખ શ્રી ઝહીરભાઈ સમેજા, માનવજયોત સંસ્થાના શંભુભાઈ જોશી, કચ્છ જીલ્લા પી.યુ.સી. ઓનર્સ એશોસીએશનના પ્રમુખ ઉમર સમા, માજી નગર સેવક માલશી માતંગ, વારીશ પટણી, હાજીઅલી નવાઝી, સૌએ હાર્દિક ત્રિવેદી સાહેબનું સન્માન કર્યુ હતું. જેમાં માનવજયોત સંસ્થાના પ્રમુખ શ્રી પ્રબોધ મુનવરે શુભેચ્છા – પાઠવી હતી. શ્રી ત્રિવેદી સાહેબે સૌનો આભાર માન્યો હતો.