રાજકોટ વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન તીક્ષ્ણ હથીયાર સાથે ઈસમોને પકડી કાર્યવાહી કરતી પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન ટીમ.
રાજકોટ શહેર તા.૬/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારના શરીર સબંધીત તથા મિલકત સબંધીત ગુન્હાઓ બનતા અટકાવવા માટે સઘન પેટ્રોલીંગ રાખવા સુચના કરેલ હોય જેથી પોલીસ સ્ટેશનના P.I વી.આર.વસાવા નાઓની સુચનાથી સર્વેલન્સ સ્કોર્ડના જે.એમ.જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પોપટપરા નાલા પાસે પહોંચતા પાંચ ઈસમો ગેરકાયદેસર તીક્ષ્ણ હથીયારો લાકડાના ધોકા તથા લોખંડના પાઈપ સાથે લઈને શંકાશીલ હાલતમા હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી મળી આવતા ગુન્હો કરેલ હોય, જેથી તમામ ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. (૧) અલીભાઈ રજાકભાઈ શેખ જાતે,ફકીર ઉ.૨૦ રહે,નવા થોરાળા શેરીનં.૨ રામનગર રાજકોટ (૨) અરબાઝભાઈ રફીકભાઈ રાઉમા જાતે,સંધી ઉ.૨૮ રહે.નવા થોરાળા શેરીનં.૨ શાળાનં.૨૯ ની બાજુમા રાજકોટ (૩) સોયેબભાઈ રજાકભાઈ ઓડીયા જાતે,ઘાંચી પીંજારા ઉ.૨૪ રહે.દેવપરા મેઈન રોડ નિલમપાર્ક ક્વાજા એપાર્ટમેન્ટ બાજુમા રાજકોટ (૪) અબ્દુલભાઈ અનવરભાઈ દલ જાતે,સીંધી ઉ.૨૭ રહે,નવા થોરાળા શેરીનં.૨ રામનગર રાજકોટ (૫) ઈમરાનભાઈ અલ્તાફભાઈ પરમાર જાતે,ધાંચી ઉ.૨૮ રહે.વિબોદનગર ક્વા.નં.૩ હુડકો ચોકડી પાસે કોઠારીયા રોડ રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.