ગુજરાત સરકારે રાજ્યની તમામ શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે પાળવાનો પરિપત્ર જાહેર કર્યો છે.
જોકે, ગોધરા શહેરની શાળાઓમાં આ નિયમનું પાલન થતું નથી. ભાસ્કરની ટીમે આજે રિયાલિટી ચેક કર્યું, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ બેગ સાથે શાળામાં આવેલા જોવા મળ્યા.

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની શાળાઓમાં બેગલેસ ડેના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ અંગે જાણ કરી છે કે નહીં તે પણ પ્રશ્ન ઉભો થયો છે.
સરકારના આદેશ મુજબ, બેગલેસ ડે દરમિયાન વિદ્યાર્થીઓને રમત-ગમત અને અન્ય ઇતર પ્રવૃત્તિઓમાં સામેલ કરવાના હોય છે.
આ નિયમનો હેતુ વિદ્યાર્થીઓ પર થતો બેગનો ભાર ઘટાડવાનો અને તેમને રચનાત્મક પ્રવૃત્તિઓમાં જોડવાનો છે.




