Gujarat

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ એસએમજીકે શૈક્ષણિક સંકુલમાં ક્વીઝ સ્પર્ધા યોજાઈ

એસ.એમ.જી.કે શૈક્ષણિક સંકુલમાં ધોરણ ૬ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સામાજીક વિજ્ઞાન વિષયમાંથી પ્રશ્નોતરી (ક્વીઝ)ની સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં ટીમ એ. વિજેતા બનતાં સંકુલના શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા.. મૌલિક શૈક્ષણિક વિચારધારાના વિકાસ માટે આવી ક્વીઝ સ્પર્ધાઓ અગત્યનો ભાગ ભજવે છે.
બિપીન પાંધી સાવરકુંડલા