Gujarat

પ્રાચી તીર્થ ખાતે સુત્રાપાડા પોલીસ દ્વારા ટ્રાફિક  અવેરનેસ કાર્યક્રમ યોજાયો

પ્રાચી તીર્થ ખાતે ટ્રાફિક અવરનેશ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુત્રાપાડા પી આઈ એમ જી પટેલ સાહેબ દ્વારા ટ્રાફિક સમસ્યા ને લગતા મુદ્દા ઓ ની સમજ આપી હતી જેમાં રોંગ સાઈડ વાહન ન ચલાવો, હેલ્મેટ કાયમી ઉપયોગ મા લેવું, વાહનના પાછળના ભાગે રેડિયમ પટ્ટી રિફ્લેકટર લગાવવું, ઓવર સ્પીડમાં વાહન ન ચલાવો, સીટબેલ નો ઉપયોગ કરવો, નાના બાળકોને વાહન ચલાવવા ના આપવું, વાહન રોડ ઉપર પાર્કિંગ ન કરતા રોડની સાઈડમાં પાર્ક કરી સિગ્નલ લાઈટ/ સાઈડ લાઈટ ચાલુ રાખવી વગેરે ટ્રાફિક નિયમો નું પાલન કરવું સહિતના મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી હતી આ તકે પ્રાચી ગામ ના આગેવાનો સામાજિક કાર્યકર મહેન્દ્ર ભાઈ નાઘેર, પ્રાચી પ્રેસ રિપોર્ટર ચંદુભાઈ પી છગ , વજુભાઈ પરમાર, દિનેશભાઈ પઢિયાર સહિત ના આગેવાનો તેમજ યુવાનો ગ્રામ જનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા આ તકે સુત્રાપાડા પી આઈ એમ જી પટેલ, હેડ કોન્સ્ટેબલ નીતિનભાઈ. તેમજ સુત્રાપાડા પોલીસ સ્ટાફ તેમજ પ્રાચી 108 ની ટીમ હાજર રહી હતી.
હાર્દિક કાનાબાર પ્રાચી