ગુજરાતી સિંગર રાજલ બારોટ (Rajal Barot) આગામી 04 ફેબ્રુઆરીના રોજ અલ્પેશ બાંભણીયા સાથે લગ્નગ્રંથિમાં જોડાવાની છે. આ લગ્ન પ્રસંગને લઈને બારોટ પરિવાર દ્વારા મહેમાનોને આમંત્રણ પાઠવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ લોકગાયક સ્વ. મણીરાજ બારોટની દીકરી રાજલ બારોટે ગયા મે મહિનામાં સગાઈ કરી હતી. રાજલે તેની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સગાઈના ફંક્શનમાં ગુજરાતના ફેમસ કલાકારોએ પણ હાજરી આપી હતી. ત્યારે હવે રાજલ બારોટ અને અલ્પેશ બાંભણીયા 04 ફેબ્રુઆરીના રોજ ફેરા ફરવા જઈ રહ્યા છે.
કોણ છે અલ્પેશ બાંભણીયા
રાજલ બારોટના મંગેતર અલ્પેશ બાંભણિયા કોળી સમાજના છે અને ઉનામાં યુવા નેતા તરીકે પ્રખ્યાત છે. તેઓ ઉના નગરપાલિકાના સદસ્ય અને જાણીતા સમાજસેવક છે. અલ્પેશ બાંભણિયા અનેકવાર રાજલ બારોટના ગરબાના કાર્યક્રમોમાં હાજરી આપી ચૂક્યા છે.

