રાજકોટ આજી-૨ તેમજ ન્યારી-૨ ડેમ સાઈટની મુલાકાત લઇ સર્વેક્ષણ કર્યુ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા.
રાજકોટ શહેર તા.૧૬/૫/૨૦૨૫ ના રોજ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજરોજ સિંચાઇ યોજના સંલગ્ન રાજકોટના માધાપર પાસે આવેલા આજી-૨ ડેમ તેમજ રંગપર પાસે આવેલા ન્યારી-૨ ડેમ સાઈટની મુલાકાત લઇ તેનું સર્વેક્ષણ કર્યું હતું. સાઇટ વિઝીટ દરમિયાન મંત્રીએ હાલમાં પાણીની સ્થિતિ અંગે સમીક્ષા કરી સિંચાઈ યોજના અન્વયે આસપાસના ગામોને મળતા લાભ અંગે વિગતે માહિતી મેળવી હતી. મંત્રી કુંવરજીભાઇએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ડેમ સાઈટ પર જરૂરી મરામત, સાઈનેજીસ મુકાવવા તેમજ સાફ-સફાઈ અંગે જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને ડેમ સિંચાઇ યોજના સાથે જોડાયેલા છે. આસપાસના ગામોમાં ખેડૂતોને ખેત વપરાશ માટે ડેમનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ તકે સિંચાઈ વિભાગના અધિક્ષક ઈજનેર પ્રેક્ષા ગોસ્વામી, પડધરી મામલતદાર તેમજ સિંચાઈ વિભાગના કર્મીઓએ ઉપસ્થિત રહી જરૂરી માહિતી પુરી પાડી હતી.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.