રાજકોટ ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ લાભાર્થીને મળશે લાખની સહાય.
રાજકોટ તા.૧૬/૫/૨૦૨૫ ના રોજ દરેક પરિવારને પોતાનું ઘરનું ઘર બનાવવાનું સ્વપ્ન હોય છે. તેઓનાં આ સ્વપ્નને સાકાર કરવા માટે સરકાર કટિબદ્ધ છે. રાજયનાં સફાઈ કામદારો અને તેઓના આશ્રિતો કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચુ મકાન ધરાવતાં હોય તેવા અરજદારોને પાકા આવાસ બનાવવા માટે સરકાર દ્વારા ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલમાં મુકાઇ છે. આ યોજના હેઠળ વ્યક્તિગત રૂ।.૧,૭૦,૦૦૦ ની સહાય ૪ હપ્તામાં આપવાની જોગવાઈ છે. નાણાંકીય વર્ષ-૨૦૨૫-૨૬ દરમ્યાન આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા અરજદારોએ (https://esamajkalyan.gujarat.gov.in) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી કરતા સમયે પોર્ટલ પર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારઓએ માત્ર ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. જયારે સંબંધિત અધિકારી જણાવે ત્યારે અસલ કોપી રજુ કરવાની રહેશે. વધુ માહિતી માટે સંબંધિત જિલ્લાના નાયબ નિયામક (અ.જા.ક.) અને જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની જિલ્લા કક્ષાની કચેરીનો સંપર્ક કરવા મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.