રાજકોટ ખાતે સહાયક માહિતી નિયામક પદે બઢતી મેળવતા રઝાકભાઈ ડેલાનું સ્વાગત અભિવાદન કરાયું.
રાજકોટ શહેર તા.૧૪/૫/૨૦૨૫ ના રોજ પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે નવનિયુક્ત સહાયક માહિતી નિયામક રઝાક ડેલાનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે કચ્છ સૌરાષ્ટ્ર ઝોનના સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોડાસીયાએ પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. તેમણે જણાવ્યું કે ડેલા કચેરીની વહીવટી અને હિસાબી કામગીરીનો બહોળો અનુભવ ધરાવે છે. બઢતી સાથે તેઓ સહાયક માહિતી નિયામક (વહીવટ) પદે જોડાતા કચેરીની વહીવટ હિસાબ શાખાની કામગીરી વધુ સરસ રીતે થઈ શકશે. આ તકે નાયબ માહિતી નિયામક ત્રિવેદીએ રઝાક ડેલાને અભિનંદન પાઠવતા જણાવ્યું કે ડેલાએ સૌરાષ્ટ્ર ઝોનના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવી છે. તેઓ પ્રાદેશિક કચેરી માટે ઝોનમાં વહીવટી હિસાબી બાબતોમાં સંકલન સહિતની કામગીરી સુંદર રીતે કરી રહ્યા હોવાનું જણાવતા સહાયક માહિતી નિયામકની નવી ભૂમિકા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, માહિતી વિભાગ દ્વારા હાલમાં થયેલી બઢતી અને બદલીઓમાં રઝાકભાઈ ડેલાને પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના સહાયક માહિતી નિયામક, વહીવટ પદે પ્રમોશન આપવામાં આવ્યું છે. ડેલા આ અગાઉ અધિક્ષક પદે કાર્યરત હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.