Gujarat

સાવરકુંડલામાં ઉજવાયો ભારત માતા પૂજન સાથે પ્રજાસત્તાક દિવસ

૨૬ મી  જાન્યુઆરી ૭૬મા પ્રજાસત્તાક દિવસના રોજ સાવરકુંડલામાં શહેરમાં ભારત માતાનું ભવ્ય પૂજન અર્ચન શહેરના વિવિધ શેરી મહોલ્લામાં કરવામાં આવેલ.
સાવરકુંડલા શહેરના વિવિધ શેરી, મહોલ્લા, સોસાયટી જાહેર સ્થળો શ્રી બાળા હનુમાનજી મંદિર ઘનશ્યામનગર, સમર્પણ ગૌશાળા રેલવે ક્રોસિંગ પાસે, શ્રી રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર ચોક, ગીતાંજલિ સોસાયટી, કૃષ્ણ કુંજ સોસાયટી, નંદીગ્રામ સોસાયટી,ગોકુલનગર,દેવળા ગેટ, નાની શાક માર્કેટ, ખાદી કાર્યાલય, ગુરુકુળ રોડ કર્મચારી સોસાયટી, ખોડીયાર ચોક લુહાર સોસાયટી, ભક્તિરામ બાપુના ઘર પાસે ગુરૂકુળ રોડ, મધુવન સોસાયટી, આડી શેરી આઝાદ ચોક, હીરાનું કારખાનું ઝીંઝુડા ગેટ, એમ સમગ્ર સાવરકુંડલા શહેરમાં અસંખ્ય સ્થાનો પર ભારત માતાનું પૂજન ખૂબ જ ભાવપૂર્વક વાતાવરણમાં કરવામાં આવ્યું જેમાં સાવરકુંડલા શહેર તેમજ તાલુકાના રહીશો દ્વારા બહોળી સંખ્યામાં ભાઈઓ, બહેનો, બાળકો, બાલિકાઓ દ્વારા ભારત માતાનું પૂજન કરી રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રપ્રેમી ભાઈઓ બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું.
બિપીન પાંધી. સાવરકુંડલા