Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ જલારામ મંદિરે પણ પ્રજાસત્તાક પર્વની અનેરી ઉજવણી કરવામાં આવી 

અહીં પ. પૂ. શ્રી સંત શિરોમણી જલારામ બાપા તથા ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને સિતામૈયાના શણગાર ત્રિરંગાની તર્જ પર કરવામાં આવેલ
કોઈ પણ રાષ્ટ્રની સર્વોત્તમ પ્રગતિ માટે ભક્તિ સાથે નિષ્ઠા, પ્રામાણિકતા અને સખત પરિશ્રમ સદભાવના અને ભાઈચારો પણ જરૂરી છે એ વાત પણ આ પ્રજાસતાક પર્વ નિમિત્તે મનમાં ગાંઠ વાળીને જીવનમાં ઉતારવા જેવી ખરી.
મંદિરો પણ રંગાયા રાષ્ટ્ર ભક્તિના રંગે. રઘુવંશી સમાજના આસ્થાના સ્થાન સમા અહીં સાવરકુંડલા ખાતે આવેલ શ્રી જલારામ મંદિરે પણ પ્રજાસત્તાક પર્વ પર ત્રિરંગાની થીમ સાથે પ. પૂ. સંત શિરોમણી જલારામ બાપા તેમજ ભગવાન શ્રી રામજી, લક્ષ્મણજી અને સિતામૈયાને ભારતીય ત્રિરંગાની કેસરી, સફેદ અને લીલા રંગના રંગરૂપ સાથે શણગારવામાં આવેલ.
આમ પ્રજાસતાક પર્વનો સંદેશ પણ આ થીમ દ્વારા લોકો સુધી પહોંચે એ ત્તત્વાર્થ સાથે અહીં ભાવિકો દર્શન કરીને પોતાના જીવનમાં ભક્તિ સાથે રાષ્ટ્રિયતાના પાઠ પણ શીખવા જોઈએ એવો સ્પષ્ટ સંદેશ આપતાં જોવા મળેલ. દેશમાં જ્યારે રાષ્ટ્રીય અસ્મિતાની વાત આવે ત્યારે ધર્મ, નાત – જાતના ભેદભાવ ભૂલીને રાષ્ટ્ર સર્વોપરી છે અને તેના વિકાસ માટે નિષ્ઠા, પ્રમાણિકતા, સદભાવના, ભાઈચારાની ભાવના અને સખત પરિશ્રમ દ્વારા પણ હરિ સ્મરણ થઈ શકે છે એવું પણ ફલિત થાય છે.
બિપીન પાંધી સાવરકુંડલા