Gujarat

સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 74 લોકોને રૂ 50.83 લાખ પરત અપાયા

જિલ્લામાં પાંચ માસમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા વ્યક્તિઓને રૂ 50.83 લાખ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અન્વયે જિલ્લા પોલીસ વડા સહિતની કર્મીઓને હાજરીમાં પરત આપ્યા હતા. આ વ્યક્તિઓ પૈકી રોકાણ કરવા જતા ભોગ બનેલા વ્યક્તિને રૂ 11 લાખ સહિત 74 વ્યક્તિઓને પૈસા પરત આપ્યા હતા.

જિલ્લામાં વસતા નાગરિકો યેનકેન પ્રકારે સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે. જેમાં ઠગો દ્વારા લોભામણી સ્કીમ આપી જાળમાં ફસાવી છેતરપિંડી આચરતા હોય છે. ત્યારે જિલ્લામાં છેલ્લા પાંચ માસમાં 74 થી વધુ નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર કોલ કરી ફરિયાદ નોંધાવી હતી.

જે અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ગાંધીનગર દ્વારા અલગ અલગ રાજ્યો ની બેંકોના એકાઉન્ટ સાયબર ફ્રોડની રકમ ફ્રિઝ કરાવી હતી. આ બાદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લોક અદાલતમાં અરજી દાખલ કરી જિલ્લાના 74 નાગરિકોના રૂ 50.83 લાખ પરત આપવા કોર્ટનો હુકમ મેળવ્યા હતા. આ બાદ શુક્રવાર સવારે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા સહિતના પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહી 74 વ્યક્તિઓને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અન્વયે કોર્ટનો ઓર્ડરની કોપી આપી હતી.