અંજાર નગરપાલિકાએ ચોમાસાની સીઝન પહેલાં શહેરમાં વ્યાપક સફાઈ અભિયાન શરૂ કર્યું છે. નગરપાલિકાની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરલાઇન અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરી રહી છે.
નગરપાલિકા પ્રમુખ વૈભવ કોડરાણી અને ચીફ ઓફિસર પારસ મકવાણાના નેતૃત્વમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ગટરમાંથી રેતી અને કાદવ દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે.

વોર્ડ નંબર 2, 6, 7 અને 8માં નાળાઓની સફાઈ કરવામાં આવી રહી છે. પાણીના નિકાલમાં અવરોધરૂપ બાવળિયા દૂર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાંથી જોખમી હોર્ડિંગ્સ પણ હટાવવામાં આવી રહ્યા છે.

ઇજનેર સાવન પંડ્યા અને સેનિટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર જોશીની દેખરેખમાં આ કામગીરી થઈ રહી છે.
તેજપાલ લોચાણી અને વિનોદ શામળીયાની ટીમ પણ આ કામમાં જોડાયેલી છે. શહેરના નાગરિકો આ સફાઈ અભિયાનને આવકારી રહ્યા છે.

