શ્રી સીમર વાળા દાદા જીંજાળા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ગત તારીખ:- 11/10 ને શનિવારના રોજ ટ્રસ્ટ દ્રારા આહિર સમાજના જીંજાળા પરિવારની જનરલ મીટીંગ રાખવામાં આવી હતી આ મીટીંગનો હેતુ દ્વિતીય વાર્ષિક મહોત્સવ 25/10/2025 ના રોજ ભવ્ય થી અતિભવ્ય યોજાઈ તેમના ભાગરૂપે યોજવામાં આવી હતી
તેમજ મુખ્ય મુદ્દો આપણું જે વાર્ષિક પેટી -1100 રૂપિયા લેખે રાખેલ છે અને વધારેમાં વધારેમાં ભંડોળએકત્રિત કેમ કરી શકાય તેમજનવા આજીવન સભ્યો મળી રહે તેમજ અન્ય દાતા મળી રહે તે હેતુથી યોજવામાં આવી હતી મંદિર નિર્માણ તેમજ પરિસરનું કામ જલ્દીથી પૂરું થઈ જાય એના માટે દરેક ઘરના પરિવારના સહયોગની ખૂબ જરૂર છે તો જીંજાળા પરિવારને અનુરોધ કરવામાં આવે છે કે યથાશક્તિ યોગદાન આપો તેમજ આ મીટીંગ અંતર્ગત પરિવારને આવનારા કાર્યક્રમના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા જેવો શાંત અને સરળ સ્વભાવ આગેવાન શ્રી દિલીપભાઈ બચુભાઈ વદર તરફથી સંપૂર્ણ ભોજન ખર્ચનો સહયોગ આપેલ છે તેમજ મંદિરે માં જનરેટરના દાતા શ્રી રામજીભાઈ આતુભાઇ અખેગઢ બનેલા છે
તેમજ શ્રી સીમર વાળા દાદા જીંજાળા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટમાં પ્રથમ બહેનો માં નોંધણી થઈ હોય તો મોરંગી ગામના શ્રી પ્રભાબેન જાદવભાઈ મોરંગી આજીવન સભ્ય તરીકે નોંધણી થાય છે તો આ વિચાર આવકાર્ય છે અને એમની લાગણીઓને સહર્ષ વધાવીએ છીએ અને સાથે સાથે કર વિધિનુ આયોજન પણ રાખેલ છે જેમાં તારીખ 25/10/2025 ના બપોરે 2:30 કલાકે અને આ મિટિંગન અંતે પરિવારના દરેક વ્યક્તિએ આઇસ્ક્રીમનો આનંદ માણ્યો હતો અને તેના દાતા શ્રી વલ્લભભાઈ જસાભા- જીંજકા બન્યા હતા તો ફરી આ દરેક દાતાઓનો જીંજાળા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આભાર વ્યક્ત કરે છે
મુકેશ જીંજાળા સુરત પત્રકાર દ્રારા

