Gujarat

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જેસર રોડ શાળામાં ઉજવાયેલ સ્કૂલ બેગ લેસ ડે.

 સાવરકુંડલા જેસર રોડ સ્વામિનારાયણ ગુરુકુળમાં ઉજવાયો એક અનેરો બેગલેસ ડે જેમાં સાચા અર્થમાં ભાર વિનાનું ભણતર સાર્થક થયું આજના દિવસે વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ લીધા વગર સ્કૂલે આવ્યા અને ખૂબ અવનવી રમતો રમ્યા જેનું આયોજન શાળાના શિક્ષક કૌશિકગિરી ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું તેમજ આ કાર્યક્રમને માર્ગદર્શન તેમજ સંચાલન શાળાના આચાર્ય ગિરીશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું.
આ સુંદર આયોજનને સંસ્થાના વડા  શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી, કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી તેમજ પ્રમુખશ્રી શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી તેમજ સમગ્ર ટ્રસ્ટીગણ તેમજ સંત ગણોએ પોતાના રાજીપા સાથે બીરદાવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા બાળકોના ચહેરા પર અનેરા ઉત્સાહ અને આનંદના ફૂલ ખીલ્યા હતા.
બિપીન પાંધી સાવરકુંડલા