સા વરકુંડલા રેલવે સ્ટેશનના સામેના પ્લેટફોર્મ પર જવા અંગેનો એક વિડિયો જાગૃત નાગરિક દ્વારા વાઈરલ થયો જે આજનો જ છે અને લગભગ સવારના સમય આસપાસનો છે સામેના ટ્રેક પર એક ટ્રેન ઊભી છે અને લોકો રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પરથી નીચે ઉતરી અથવા નીચે ચડીને પાટા ક્રોસ કરતા જોવા મળે છે.
આમ ગણીએ તો સાવરકુંડલાના રેલવે સ્ટેશનને આધુનિક લેવલનું બનાવવાની વાત છે અને એ દિશામાં કામ ચાલુ હોય ત્યારે તંત્રનું ધ્યાન ઉપરોકત વિડિયોમાં દર્શાવેલ બાબત પર નહી ગયું હોય? વૃધ્ધજનો, બિમાર કે બાળકો સંદર્ભે વિચાર કરીને યુધ્ધના ધોરણે પ્લેટફોર્મની સામેની બાજુએ લોકો પાટા ક્રોસ કર્યા વગર અવરજવર કરી શકે તેવો રેલવે ફૂટ બ્રીજનું કામ અધૂરૂં હોય તો કોઈ દુર્ઘટના બને એ પહેલા તાત્કાલિક અસરથી યુધ્ધના ધોરણે પૂર્ણ કરવું જોઈએ એવું બૌદ્ધિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
હશે અને થશે એ કન્સેપ્ટ ભૂલીને ક્વિક એક્શન રિસ્પોન્સ સાથે કોઈ સકારાત્મક પગલા ભરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે..કે પછી તંત્ર પણ કોઈ દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે? જો કે પેસેન્જરોમાં જાગૃતિ આવે તો તંત્ર વધુ સતર્ક રહે એ વાત પણ અહીં ધ્યાને લેવા જેવી છે.
બિપીન પાંધી સાવરકુંડલા