ઘારાસભ્યશ્રી મહેશભાઇ કસવાળાની સેવા અને સક્રીયતાનું સરવૈયુ એટલે ”ઋણાનુબંઘ ભાગ-૩”
અનુસુચિત જાતીના જીલ્લા અઘ્યક્ષ અને સિનીયર એડવોકેટ શ્રી કેશુભાઇ વાઘેલાના વરદ્ હસ્તે ઋણાનુબંઘ ભાગ-૩ નું લોકાપર્ણ કરવામાં આવ્યુ
આ કાર્યક્રમમાં નેસડી ખોડલઘામના સંત પૂ.લવજીબાપુ તથા સાંસદશ્રી ભરતભાઇ સુતરીયાની પ્રેરક ઉ૫સ્થિતમાં કાર્યક્રમ યોજાયો.
સરકારશ્રીની વિવિધ યોજનાઓ ઘર ઘર સુધી પહોંચે તે માટે કાર્યશીલ ધારાસભ્ય મહેશ કસવાલા દ્વારા વિઘાસનસભા વિસ્તારમાં છેલ્લા ૨ વર્ષના થયેલા વિકાસના કાર્યોનુ વિસ્તૃત વર્ણન ‘ઋણાનુબંઘ ભાગ-૩’ પુસ્તકમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યુ.જેમાં રસ્તાઓનું નવીનીકરણ,પાણી પુરવઠાની સુવિઘાઓમાં વઘારો,શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કરવામા આવેલ વિવિઘ પ્રયાસો,ગ્રામીણ વિકાસ અને રોજગારીની તકોનું સર્જન જેવા વિવિઘ ક્ષેત્રોમાં થયેલા કામોની વિગતવાર માહિતી આ પુસ્તક દ્વારા જાહેર જનતાને સમર્પિત કરેલ છે.
ઘારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલાની સેવા અને સક્રીયતાનું સરવૈયુ એટલે કે ‘ઋણાનુબંઘ ભાગ-૩’નું તારીખ. ૨૮/૦૧/૨૦૨૫ના રોજ અમરેલીના સાંસદશ્રી ભરતભાઇ સુતરીયા તથા નેસડી ખોડલઘામના વંદનીય પુ.સંતશ્રી લવજીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં અને અમરેલી જીલ્લા ભાજ૫ અનુસુચિત જાતિ મોરચાના જીલ્લાના અઘ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ પીઢ અગ્રણી શ્રી કેશુભાઇ વાઘેલાના વરદ્ હસ્તે આ પુસ્તકનુ લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે અમરેલી જીલ્લાના સાંસદશ્રી ભરતભાઇ સુતરીયા દ્વારા જણાવવામાં આવ્યુ કે,આ ‘ઋણાનુબંઘ ભાગ-૩’પુસ્તક ખૂબ જ અનુકરણીય અને સરાહનીય છે.અને તેમણે એમ ૫ણ જણાવેલ કે આ પુસ્તક ૫રથી પ્રેરણા લઇ આવનારા દિવસોમાં હુ ૫ણ વિકાસનું સરવૈયુ રજુ કરીશ તેવુ જણાવેલ છે.સાથો સાથ આ કામગીરી બદલ મહેશભાઇ કસવાળાની પ્રશંસા કરવામાં આવી હતી.આ તકે પુજ્ય લવજીબાપુ તરફથી અંતરના આર્શિવાદ પાઠવી અને આવનારા સમયમાં વિકાસના કામ કરવા માટે ઇશ્વર તેમને વઘુ શકિત આપે તેવા સુભાશિષ પાઠવ્યા હતા.આ તકે સાવરકુંડલા/લીલીયા વિઘાનસભાના પ્રતિષ્ઠીત વેપારીઓ,પ્રબુઘ્ઘ નાગરિકો,બૌઘિક વર્ગ,વિવિઘ શૈક્ષણીક/સામાજીક સંસ્થાઓના ટ્રસ્ટીશ્રીઓ,વિવિઘ જ્ઞાતીના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીનાચુંટાયેલા જીલ્લા/તાલુકા પંચાયત/નગરપાલીકાના સદસ્યશ્રીઓ તથા સંગઠનના ૫દાઘિકારીઓ તથા ગ્રામજનો મોટા સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.આ કાર્યક્રમને વિઘાનસભા વિસ્તારના વિકાસના નવા અઘ્યાયની શરૂઆત કરતો એક મહત્વનો પ્રસંગ ગણાવી શકાય અને આ પુસ્તક ભાવિ પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે તેમ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.