શ્રી કૌશલદાસ યુનિવર્સિટી, હનુમાનગઢ રાજસ્થાનના યજમાનપદે યોજાયેલ વેસ્ટઝોન ઈન્ટર યુનિવર્સિટી વોલીબોલ (બહેનો) ની સ્પર્ધા યોજાઈ હતી. તેમાં કુલ ૮૨ ટીમોએ ભાગ લીધો હતો. તેમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની વોલીબોલ (બહેનો)ની ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કરી દ્વીતીય સ્થાન મેળવી સિલ્વર મેડલ મેળવ્યો હતો. વેસ્ટઝોન ઈન્ટર વોલીબોલ (બહેનો) યુનિવર્સિટી ઑલ ઈન્ડીયા ઇન્ટર યુનિવર્સિટીની વોલીબોલ (બહેનો)ની સ્પર્ધા માટે ક્વોલીફાઇ કર્યુ હતુ. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ફિઝીકલ એજ્યુકેશનના ડાયરેક્ટર પ્રો. (ડૉ.) રણછોડ રથવી એ જણાવ્યુ હતુ કે, વેસ્ટઝોન ઈન્ટર યુનિવર્સિટીમાં કુલ ૮૨ ટીમોએ ભાગ લીધો હતો, તેમાંથી સિલ્વર મેડલ મેળવી ઑલ ઈન્ડીયા ઇન્ટર યુનિવર્સિટીની બેસ્ટ ૪ ટીમોમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની ટીમ પસંદગી પામેલ છે.
આવી શ્રેષ્ઠ સિધ્ધી મેળવવા બદલ અને ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ વોલીબોલ બહેનોની ટીમને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિશ્રી ડૉ. મનિષ રાવલ સાહેબ અને યુનિવર્સિટીના ફીઝીકલ એજ્યુકેશનના ડાયરેક્ટર પ્રો. (ડૉ.) રણછોડ રથવી અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી પરિવારે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનું અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારવા બદલ અભીનંદન પાઠવ્યા હતા. અને ઓલ ઇન્ડીયા ઇન્ટર યુનિવર્સિટીની બહેનોની મધ્યપ્રદેશના રેવા ખાતે ભાગ લેવા માટે શુભેચ્છા આપી હતી.
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વોલીબોલ બહેનોની ટીમના કોચ મેનેજર તરીકે ડૉ. સંગીતા વાળા અને શ્રી દીપ રાવલ એ સેવા આપી હતી. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વોલીબોલ બહેનો ટીમના સભ્ય નીચે પ્રમાણે હતા. (૧) ઝાલા પ્રિયંકાબેન (૨) પાન્ડે મેહેક (૩) ચૌધરી સિયાન્સી (૪) ગોજીયા વૈભુતી (૫) વાળા ઉષાબેન (૬) સાવલીયા ફ્રેનીબેન (૭) જૈન ઇશા (૮) વાળા દિયાબેન (૯) પટેલ અંશીબેન (૧૦) ઝાલા મનિષાબેન (૧૧) વાળા દિશાબેન (૧૨) ઢોડીયા કૃપાલી

