Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ મહાદેવ શેરીમાં  રહેતાં અશોકભાઈ એટલે એક અનોખા જીવદયા પ્રેમી..

સાવરકુંડલા શહેર એટલે ધર્મપ્રેમી અને જીવદયા પ્રેમીઓનું શહેર અહીં સાવરકુંડલાના આઝાદ ચોક પાસે આવેલ મહાદેવ શેરીમાં અશોકભાઈ મહેતા નામના બ્રહ્મ અગ્રણી રહે છે. હવે વાત કરીએ અશોકભાઈ મહેતાની તો ગાયત્રી કેટરર્સ નામે કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરંતુ આ સિવાય પોતે જીવદયા પ્રેમી પણ છે. એની શેરીમાં રખડતાં કૂતરાની સંભાળ ઘરના સભ્યની માફક માવજત કરતાં જોવા મળે છે.
આ કડકડતી શિયાળાની ઠંડીમાં ઠંડીથી રક્ષણ મેળવવા માટે કૂતરાના ગલુડિયા માટે પોતે લાકડાની પેટી બનાવી છે.  ઠંડી દરમિયાન આ લાકડાની પેટી નાના ગલુડિયા માટે તૈયાર કરેલ છે જેમાં ગલુડિયા ઠંડીથી રક્ષણ મેળવી નિરાંતે આરામ કરતાં પણ જોવા મળે છે.  સંજોગોવસાત તેમને બહાર ગામ જવાનું થાય તો કૂતરા અને તેના ગલુડિયા માટે દૂધની વ્યવસ્થા કરવાનું આડોશી પાડોશીને કહીને આ ગલુડિયાઓને કોઈ તકલીફ ન પડે એની સતત તકેદારી રાખવા માટે અન્ય પડોશીઓને કહે છે
આ ઉપરાંત પક્ષીઓને ચણ અને ગાયોને લીલો ઘાસચારો અને ખવરાવતાં જોવા મળે છે. આમ અશોકભાઈ પોતે તો જીવદયાપ્રેમી છે પરંતુ પરિવારના સભ્યો પણ તેની આ જીવદયાના સેવાકીય કાર્યમાં પૂરો સહયોગ આપતાં જોવા મળે છે
પ્રસ્તુત તસવીરમાં આ વિસ્તારના વાલ્વ મેન તેમજ અશોકભાઈના પડોશી પ્રમોદભાઈ જયાણી નજરે પડે છે
તો બીજી તસવીરમાં શ્ર્વાન ગલુડિયું કેવા શાહી ઠાઠ સાથે ચોકી કરતું જોવા મળે છે. ત્રીજી તસવીરમાં શ્વાન ફુરસદની પળોમાં બે ઘડી મટકું મારતું જોવા મળે છે
બિપીન પાંધી સાવરકુંડલા