બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું મોજું યથાવત છે. ગઈકાલે બપોરે એક વાગ્યે મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જિલ્લામાં લઘુત્તમ તાપમાન 24.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.
આજે વહેલી સવારે તાપમાન 23.6 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી વધુ રહી શકે છે. બપોરે 12 વાગ્યે 42 ડિગ્રી અને 1 વાગ્યે 42.2 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી છે. બપોરના 2થી 3 વાગ્યા દરમિયાન તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી તાપમાન 42 ડિગ્રીની ઉપર નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. સ્થાનિક તંત્રએ નાગરિકોને અત્યંત જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની અપીલ કરી છે.