થરાદ ટ્રાફિક પોલીસ દ્વારા આગામી દિવસોમાં આવી રહેલા ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને ટુ-વ્હીલર વાહનો પર સેફટી ગાર્ડ એટલે કે, તાર લગાડી વાહન ચાલકોની સુરક્ષા અને સલામતીની કાળજી લેવામાં આવી છે. થરાદ પોલીસ લોકો ને ચાઇનીઝ દોરી ન વાપરવા અપીલ કરી.
ઉત્તરાયણના પર્વ સમયે પતંગના દોરાથી ઘણા લોકોના ગાળા કપાઈ જવાના બનાવો બનતા રહે છે જેના કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે ટુ-વ્હિલર વાહન ચાલકોને પતંગના દોરા સામે રક્ષણ મળી રહે અને તેઓ સુરક્ષિત રહે તે માટે થરાદ પોલીસ દ્વારા નગરના ચાર રસ્તા પર વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ એટલે કે,ટુ વ્હીલર પર તાર લગાડી આપવામાં આવ્યાં હતા. જેનો મોટી સંખ્યામાં અનેક વાહનચાલકોએ લાભ લીધો હતો. આ સાથે ઉત્તરાયણના દિવસોમાં પતંગની દોરી લાગે નહીં તે માટે સાવચેતી અને સલામતી રાખવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે થરાદ ખાતે આવેલ આઇપીએસ અધિકારી વૈદિકા બિહાની,થરાદ ડીવાયએસપી એસ.એમ.વારોતરીયા, પોલીસ ઇન્સ્પેકટર સી.પી ચૌધરી સહિતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ હાજર રહો હતો.
લોકોને સુરક્ષા જાળવવા અપીલ
થરાદ પોલીસ અને ડિજિટલ પણ લોકોને અપીલ કરે છે કે, ઉતરાયણ પર્વ પર આવા સેફ્ટી ગાર્ડ્સ લગાવીને પોતાના જીવનું રક્ષણ કરો અને ચાઇનીઝ દોરીથી ગળા કપાઇ જાય છે તેનો ઉપયોગ પણ ન કરો.