સાયબર ક્રાઇમની વાત આવે તો સૌથી પહેલા ગેંગ જામતારાની હોય તેમ માનવામાં આવતું હતું. પરંતુ હવે અન્ય રાજયની ગેગ પણ સક્રિય બની છે.અમદાવાદ જિલ્લા પોલીસ એક કેસની તપાસ કરતા કરતા હરિયાણાના નુહ પહોંચી જ્યાં આરોપીને પકડવા પોલીસ કોઈની અંતિમયાત્રા જોડાઈ પણ સ્થાનિકોને ખબર પડતાં લોકોએ તેમને ઘેરી વળ્યાં હતા.
આ દરમિયાન અમદાવાદ જિલ્લા એસપી તરત સક્રિય થયા અને સ્થનીક ડીએસપીની મદદથી આખું ઓપરેશન હાથ ધર્યું હતું .પોલીસ જયારે આરોપીને પકડ્યો ત્યારે તેણે પોલીસને કહ્યું સાહેબ અહીંયા બધા આ જ કરે છે અને મને મિત્રએ શીખવાડ્યું છે. આખરે પોલીસ 10 પાસ આરોપીને લાખોના ચિટિંગમાં.અમદાવાદ લઇ આવી છે.
અમદાવાદ જિલ્લાના વિરમગામના જાણીતા સાડીના વેપારી જતીનભાઈને માર્ચ 2024 થી જ્યારે અલગ અલગ આઈપીએલ, વર્લ્ડ કપ સહિતની મેચની સિરીઝ ચાલતી હતી તે દરમિયાન તેમના મોબાઈલ પર વોટ્સેપમાં એક લિંક આવી હતી.જેમાં ક્લિક કરતા ડ્રીમ ઇલેવન ડ્રીમ ટીમ સહિત અલગ અલગ નામના ફેસબુક પેજ ખુલતા હતા.
જેમાં યોગ્ય ટીમ બનાવી સારું વળતર અપાવી દેવાની લાલચ આપી હતી.ફરિયાદી જતીનભાઈ લાલચમાં આવી શરૂઆતમાં થોડા રૂપિયાનું રોકાણ કર્યું હતું જે બાદ તેને વોટસએપ પર સ્ક્રીનશોટ આવ્યો હતો જેમાં તેઓની ટીમ સાડા ત્રણ લાખ રૂપિયા જીતી હોવાનું બતાવવામાં આવ્યું હતુ, જે પેટે તેમને જીતની રકમના 50 ટકા આપવા પડશે તેવું કહી દોઢ લાખ રૂપિયા એક એકાઉન્ટમાં જમા કરાવડાવ્યા હતા અને આ રીતે વેપારી જતીનભાઈ પાસેથી અલગ અલગ સમયે 17 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી.
વેપારી જતીનભાઈને તેના રૂપિયા પરત નહી મળતા તેને પોતાની સાથે છેતરપિંડી થયા હોવાનું ખ્યાલ આવતા તેને વિરમગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.