જામનગરમાં દરેડથી ચંગા પાટિયા સુધી ફોર ટ્રેક રોડ પર આવેલા ખુલ્લા ડીવાઇડર અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. કારણ કે, ડીવાઇડરની અંદર માટી ભરવામાં આવી નથી. આટલું જ નહીં કલરના પટ્ટા પણ મારવામાં આવ્યા નથી.
આથી છાશવારે અકસ્માત થઇ રહ્યા છે. દરેડથી ચંગા પાટીયા સુધીના ફોર ટ્રેક રોડ ઉપર ડિવાઇડર છેલ્લાં ઘણાં સમયથી કરવામાં આવ્યા છે. પરંતુ તેની અંદર માટી ભરવામાં આવી નથી.
આટલું જ નહીં ડીવાઇડરની અંદર કોઇ વૃક્ષ પણ વાવવામાં આવ્યા નથી. ડીવાઇડરમાં કલરના પટ્ટા પણ માર્યા નથી. આટલું જ નથી ઘણી જગ્યાએ ડિવાઇડર તૂટી ગયા છે. આથી દર અઠવાડીયે કે 15 દિવસે અકસ્માત થાય છે.
રાત્રીના આખમા સામે લાઇટ આવવાથી અકસ્માતનો ભય રહે છે. આ રોડ ઉપર ઘણા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને ખાનગી કંપનીનો ટ્રાફીક હોવાથી વાહનની સતત અવરજવર રહે છે. આથી જીવલેણ અકસ્માત થાય તે પૂર્વે પગલાં લેવા જરૂરી છે.