Gujarat

ઘોઘંબાના ગોદલી ગામના આરોપીને પાસા હેઠળ કચ્છ-ભુજની પલારા જેલમાં મોકલાયો

ગોધરા એલસીબી પોલીસે ઘોઘંબા તાલુકાના ગોદલી ગામના દારૂ બુટલેગર ભોદુભાઇ લીમજીભાઈ રાઠવાની પાસા હેઠળ ધરપકડ કરી છે.

આરોપીને પલારા ખાસ જેલ, કચ્છ-ભુજ ખાતે મોકલવામાં આવ્યો છે.

પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.

એલસીબી ગોધરાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.પટેલને પ્રોહી બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

આરોપી ભોદુભાઇ રાઠવા સામે રાજગઢ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂની હેરાફેરીના કુલ 6 ગુના નોંધાયેલા છે.

એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરે તૈયાર કરેલી પાસા દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ અજય દહિયાએ મંજૂર કરી હતી.

આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.આર.શર્મા, હેડ કોન્સ્ટેબલ કેહજીભાઇ સયદુભાઈ, ભુપેન્દ્રસિંહ નાથુસિંહ, નીલેશકુમાર માનાભાઇ અને કોન્સ્ટેબલ શૈલેષકુમાર બચુભાઈની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.