વેરાવળમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.23 વર્ષના નરાધામે 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.
યુવક પાણી પીવાના બહાને બાળકીના ઘરમાં ઘૂસીને શારીરિક અડપલા કર્યા હતા. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. અગાઉ પણ આવા ગુનામાં આરોપી પકડાયો હતો.
વાલીઓને સાવચેત કરતી ઘટના
વાલીઓને સાવચેત કરતી સામે આવેલ ચકચારી ઘટનાની પોલીસમાંથી પ્રાપ્ત વિગતોનુસાર, ચારેક દિવસ પહેલા વેરાવળમાં માતા-પિતા નૌકરી ઉપર ગયેલ હોવાથી તેમની આઠ વર્ષીય માસુમ દિકરી ઘરે એકલી હતી.
દરમ્યાન સાંજે સાતેક વાગ્યે માતા ઘરે આવેલ ત્યારે દિકરી ગભરાયેલી જોવા મળી હતી.
તારૂ ઘર બતાવ તેમ કહી અંદર આવીને બળજબરીથી શારીરીક અડપલા કર્યા
જેથી તેણીને પુછતા કહેલ કે, કે. સાંજે સાડા છએક વાગ્યે એક ભાઈએ દરવાજો ખખડાવતા હતો, ત્યારે દરવાજો ખોલતા તે અંદર આવેલ અને પાણી માંગતા તેને પાણી આપેલ અને પાણી પીને કહેલ કે તારૂ ઘર બતાવ, તેમ કહી અંદર આવીને રૂમમાં બળજબરીથી લઈ જઈ શારીરીક અડપલા કર્યા હતા. બાદમાં આ વાત કોઈને કરતી નહીં બાકી તારી માતાની નૌકરી જતી રહશે તેવી ધમકી આપી જતો રહ્યો હતો.
સીસીટીવી ફુટેજોના આધારે આરોપીની ધરપકડ
આ સમગ્ર હક્કીત સાંભળી ચોકી ઉઠેલ માતાએ તેના પતિ સાથે વાતચીત કરીને પોલીસને જાણ કરી હતી. આ મામલે પોલીસે બીએનએસની કલમ 75(1), 76, 351(2) અને પોસ્કોની 12, 18 હેઠળ ગુનો આરોપીની શોધખોળ માટે તપાસ હાથ ધરી હતી.
જેમાં ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફુટેજો ચકાસતા આરોપી જોવા મળેલ હતો. જેના આધારે આરોપી આદીલ આયુબ ચૌહાણની ધરપકડ કરી ઘોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપી ગુનાહીત માનસ ધરાવતો હોવાથી અગાઉ બે ગુના નોંધાયેલા
આરોપી અયુબ સામે અગાઉ એક માસુમ દિકરીને અડપલા અને એક ચોરીનો ગુનો પોલીસમાં નોંધાયેલા છે અને થોડા દિવસો પહેલા જ જામીન ઉપર છુટ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે. આ ઘટના સામે આવતા આરોપીને દાખલારૂપ કડક સજા કરવા લોકો લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

