ડીસા તાલુકાના ઢુવા ગામ પાસે આવેલા ઘેટા ઉછેર કેન્દ્ર નજીક એક અલ્ટો કારમાં અચાનક આગ લાગી.
કાર ચાલકે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જતા તેનો બચાવ થયો.
સવારે કાર ઢુવા ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેમાં આગ લાગી. કાર ચાલકે તરત જ વાહનને રોડની સાઈડમાં ઉભું રાખીને નીચે ઉતરી ગયો.
ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખી કાર સળગી ઉઠી.

ડીસા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી.
પરંતુ ફાયર ટીમ પહોંચે તે પહેલા જ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાર ચાલકને આર્થિક નુકસાન થયું છે.