જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ રંગમતી નદી પુનર્જીવન પ્રોજેક્ટ માટે કરેલી રજૂઆતને સફળતા મળી છે. મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટના પ્રારંભિક કામો માટે 25 કરોડની ટોકન રકમને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી રીવર રીજુવિનેશન પ્રોજેક્ટ અંગે તા. 1 જુલાઈ 2023 અને તા. 1 મે 2025ના રોજ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રીએ પ્રોજેક્ટના પ્રારંભિક કામો માટે મંજૂરી આપી છે.
ગુજરાત શહેરી વિકાસ મિશનની કચેરી દ્વારા મંજૂરી અંગેનો પત્ર ધારાસભ્ય રીવાબા જાડેજાને મોકલવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી જામનગરની રંગમતી નદીનું પુનર્જીવન થશે.