બનાસકાંઠા જિલ્લામાં વરસાદને કારણે નુકસાન પામેલા 20 રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
માર્ગ અને મકાન વિભાગ રાજ્ય પાલનપુર હેઠળ જિલ્લામાં કુલ 229 રસ્તાઓ આવેલા છે.
આંબા ઘાટા-દાંતા માર્ગ પર લેન્ડ સ્લાઇડને કારણે બંધ થયેલો રસ્તો તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવ્યો.
વિભાગ દ્વારા લેન્ડ સ્લાઈડથી જમા થયેલો કચરો દૂર કરી રસ્તો ફરી કાર્યરત કરાયો.

ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર રિપેરિંગ, રિસરફેસિંગ અને મેટલવર્કની કામગીરી કરવામાં આવી.
વિભાગે ભવિષ્યમાં વરસાદી સમય દરમિયાન કોઈ અસુવિધા ન સર્જાય તે માટે આગોતરા તકેદારીના પગલાં લેવાનું શરૂ કર્યું છે.
