Gujarat

ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાના માર્ગ દર્શન હેઠળ સાવરકુંડલા વોર્ડ નંબર – ૩માં ગેસ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

વોર્ડ – ૩  ના નવ ચૂંટાયેલ ગૌતમ સાવજ ,કેશુભાઈ ચુડાસમા, તેમજ મહિલા આગેવાન શ્રી નમ્રતા બેન મશરૂના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવેલ 
સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર ત્રણમાં ગેસલાઈનની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ
આ તકે નગરપાલિકા ઉપ્રમુખ  પ્રતિકભાઈ નાકરાણી, વિસ્તારના સદસ્ય ગૌતમ સાવજ, કેશુભાઈ  ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ ,મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા , પૂર્વ પ્રમુખ  પ્રવીણભાઈ સાવજ, વિસ્તાર આગેવાન હિમાંશુભાઈ ભટ્ટ, ચંદુભાઈ ડોડીયા, ચેતનભાઈ  પરમાર, રાજુભાઈ  પરમાર, ખોડાભાઈ  વિરાણી,હિમત ભાઈ વિરાણી, મૂકેશ ભાઈ  વિરાણી,  મૂકેશભાઈ  જેઠવા, મેહુલ ભાઈ વસોયા, ભાઇલાલ જયાણી, નમ્રતાબેન મશરૂ સહિત વિસ્તાર કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા
બિપીન પાંધી સાવરકુંડલા