Gujarat

છોટાઉદેપુર નગર પાલિકામાં 27 વર્ષ બાદ ભગવો લહેરાયો છે, પ્રમુખ પદે ભાજપના મંજુલાબેન કિશનભાઈ કોળી બિન હરીફ ચુંટાઈ આવ્યા છે. જ્યારે ઉપપ્રમુખ પદે સમાજવાદી પાર્ટી માંથી ચુંટાઈ આવ્યા બાદ ભાજપમાં જોડાયેલા પરવેઝ મુસ્તુફાભાઈ મકરાણી ઉપપ્રમુખ તરીકે બિન હરીફ ચુંટાઈ આવતા ભાજપમાં જશ્ન નો માહોલ જોવા મળ્યો

છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર નગર પાલિકા એટલે છોટાઉદેપુર નગરપાલિકાની પાલિકા સભાખંડમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચુંટણી યોજાઈ હતી ,જેમાં પ્રમુખ પદે વોર્ડ નંબર 4 માંથી આદિજાતિ મહિલા બેઠક ઉપર ચુંટાઈ આવેલ ભાજપના મંજુલાબેન કિશનભાઈ કોળી જ્યારે ઉપ પ્રમુખ પદે વોર્ડ નંબર 5 માંથી બક્ષીપંચ બેઠક ઉપર સમાજવાદી પાર્ટીમાંથી ચુંટાઈ આવ્યા બાદ પાર્ટીમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયેલા પરવેઝ મુસ્તુફા મકરાણી આ બંને બીના હરીફ ચુંટાઈ આવ્યા છે
ઉલ્લેખનીય છે કે 27 વર્ષ બાદ છોટાઉદેપુર નગર પાલિકામાં ભાજપને સત્તા હાંસલ કરવામાં સફળતા મળી છે , અત્રે એ પણ ઉલ્લેખનીય બાબત એ પણ છે કે  પાલિકાની કુલ 28 પૈકી માત્ર 8 બેઠકો ઉપર ભાજપના મેન્ડેડ વાળા સભ્યો ચુંટાયા હતા, 6 બેઠક સમાજવાદી પાર્ટીને ,4 બેઠક બહુજન સમાજ પાર્ટીના 4 બેઠક ઉપર ગુજરાત સર્વ સમાજ પાર્ટીના એક કોંગ્રેસ અને એક ભારતીય નવ નિર્માણ મંચ અને 4  બેઠક અપક્ષ ના ફાળે ગઈ હતી, અને ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યું હતું, પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી પૂર્વે વોર્ડ નંબર એકના 2 સભ્ય ,સમાજવાદી પાર્ટીના તમામ 6 સભ્યો ,વોર્ડ નંબર 5 ના એક અપક્ષ અને ચૂંટણીમાં ભાજપના કટ્ટર પ્રતિસ્પર્ધી એવા બહુજન સમાજ પાર્ટીના વોર્ડ નંબર 7 ના બે અને વોર્ડ નંબર 4 નો એક મળી બસપાના 3 સભ્યો એ ભાજપનો ખેંસ પહેરી ભાજપમાં જોડાયા હતા
 
બીજા સૌથી મોટા પક્ષ તરીકે સમાજવાદી પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા 6 સભ્યો હોવાથી પાર્ટી દ્વારા તેમને સત્તામાં સહભાગી બનાવી ઉપપ્રમુખ પદ માટેની બાંહેધરી આપી હતી, અને આજે યોજાયેલ પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણીમાં પ્રમુખ પદ આદિજાતિ મહિલા માટે અનામત હોવાથી ભાજપના મેન્ડેડ ઉપર ચુંટાઈ આવેલા મંજુલા બેન કોળીને પાર્ટીએ પ્રમુખ માટેનું અને પરવેઝ મકરાણીને ઉપપ્રમુખ માટે મેન્ડેડ અપાતા તેમણે ઉમેદવારી કરી હતી, જેમની સામે અન્ય કોઈએ પણ ઉમેદવારી ન કરતા ચૂંટણી અધિકારી દ્વારા બંનેને બિન હરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, નવા વરાયેલા પ્રમુખ ઉપ પ્રમુખ ને સાંસદ જશુભાઈ રાઠવા , પૂર્વ રેલવે રાજ્ય મંત્રી નારણ રાઠવા , પાર્ટીના ચૂંટણી નિરીક્ષક અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ પૂર્વ પ્રમુખ અને બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામ રાઠવાએ ફુલહાર અને પુષ્પ ગુચ્છ આપી અભિનંદન દથે શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર