ગોધરા લાલબાગ મંદિર ખાતે સોની સમાજના કુળદેવી શ્રી મહાલક્ષ્મીજી માતાજીના મંદિરના 24માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

સવારથી શરૂ થયેલા કાર્યક્રમમાં કળશ પૂજન, ધજાજી પૂજન, અભિષેક પૂજન, મહાલક્ષ્મી હોમ અને શણગાર આરતી જેવી વિધિઓ યોજાઈ.
શોભાયાત્રા સોનીવાડ ચોકથી શરૂ થઈ ગોધરાના વિવિધ માર્ગો પરથી પસાર થઈ. આતશબાજી અને ડીજેના તાલે નીકળેલી આ શોભાયાત્રા નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની.

રાત્રે મંદિરના પટાંગણમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું. ડૉ. નિરાલી સોની, કિન્નરી સોની, પરેશ સોની અને અલ્પેશ શાહના સૂરિલા અવાજમાં મોડી રાત સુધી ગરબાની રમઝટ જામી. ગરબામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારાઓને ઇનામોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

વરસતા વરસાદમાં પણ જ્ઞાતિજનોએ શોભાયાત્રા અને મહાપ્રસાદીમાં ઉત્સાહભેર ભાગ લીધો. સમાજની બહેનો માટે પીળા રંગનો ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો.
અશ્વિનભાઈ સોની, કિરણભાઈ સોની, ધર્મેન્દ્રભાઈ મહાજન, મયુરભાઈ ચોક્સી, ચેતનભાઈ સોની અને જિગરભાઈ સોની આ પાટોત્સવના મનોરથી હતા.

કાર્યક્રમને સફળ બનાવવા ઉત્સવ સમિતિના કન્વીનર અલકેશભાઇ સોની, ક્રિષ્નાવાળા અને સહ કન્વીનર હેમંગભાઈ સોની તથા સમગ્ર ઉત્સવ સમિતિએ ભારે જહેમત ઉઠાવી હતી.