Gujarat

મધ્યપ્રદેશના મજૂર પરિવારની દીકરીને પોલીસે શોધી આપી, માતા-પિતાએ આભાર માન્યો

કાલાવડ બસ સ્ટેન્ડ પરથી એક પરપ્રાંતિય પરિવારની પાંચ વર્ષની બાળકી લાપતા થઈ હતી. મધ્યપ્રદેશના વતનીની પત્ની અને દીકરી સાથે બસ સ્ટેન્ડ પર આવ્યા હતા. બસ સ્ટેન્ડ પર દીકરી એકાએક ગુમ થઈ ગઈ હતી. માતા-પિતાએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી, પરંતુ બાળકી મળી ન હતી.

ત્યારબાદ તેમણે કાલાવડ પોલીસને જાણ કરી હતી. પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ ટુકડીએ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી બાળકીને શોધી કાઢી હતી. પોલીસે બાળકીને તેના માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું.

કાલાવડ પંથકમાં મજૂરી કામ કરતા આ પરિવારે બાળકી પરત મળતા રાહતનો શ્વાસ લીધો હતો. પરિવારજનોએ પોલીસની કામગીરીની સરાહના કરી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો.