Gujarat

114 છાત્ર કારર્કિદી માટે મહત્વની ગુજકેટની પરીક્ષામાં ગેરહાજર રહ્યા

રાજયની સાથે જામનગરમાં રવિવારે કારર્કિદી માટે મહત્વની ગુજકેટની પરીક્ષા લેવાઇ હતી. જેમાં 114 છાત્ર ગેરહારજ રહ્યા હતાં. પરીક્ષામાં એકપણ કોપી કેસ નોંધાયો ન હતો. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઇ હતી.

ગુજકેટની પરીક્ષામાં જામનગર જિલ્લામાં કુલ 2463 છાત્રો નોંધાયા હતાં. આ માટે રવિવારે કુલ 125 બ્લોકમાં ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષામાં સવારે 10 થી 12 સુધી ભૌતિક અને રસાયણ વિજ્ઞાન, બપોરે 1 થી 2 જીવ વિજ્ઞાન અને 3 થી 4 વાગ્યા સુધી ગણિતના પેપર લેવાયા હતાં.

જેમાં ફીઝીકસ અને કેમેસ્ટ્રીના પેપરમાં 2463 માંથી 2408 છાત્ર, બાયોલોજીના પેપરમાં 1441 માંથી 1404 અને ગણિતના પેપરમાં 1046માંથી 1024 છાત્ર હાજર રહ્યા હતાં. ફીઝીકસ અને કેેમેસ્ટ્રીના પેપરમાં 55, બાયોલોજીના પેપરમાં 37 અને ગણિતના પેપરમા 22 છાત્ર ગેરહાજર રહ્યા હતાં. પરીક્ષા દરમ્યાન કોઇ કોપી કેસ નોંધાયો ન હતો. આથી વિધાર્થીની સાથે તંત્રએ રાહતનો દમ લીધો હતો.