Gujarat

સાવરકુંડલાની બુદ્ધવિહાર સોસાયટીનાં લોકો કાદવ કિચડથી ત્રાહિમામ

સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર આવેલી બુદ્ધ વિહાર સોસાયટી સાત વર્ષથી બનેલી છે. છતાં પણ રસ્તાની સુવિધાથી વંચિત છે.

આ સોસાયટીનાં લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી ઉભી થાય છે. તદ્ ઉપરાંત ઇમરજન્સીની પરિસ્થિતિમાં એબ્યુલન્સ પણ સમયસરનાં પહોંચી શકે તેવી હાલત જોવા મળી રહી છે.

સોસાયટીના લોકો દ્વારા તંત્રને અવારનવાર રજુઆત કરવા છતાં પણ તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગે છે. રજૂઆત છતાં સોસાયટીમાં રસ્તાનું કામ કરવામાં આવતું નથી.

હાલમાં સોસાયટીના લોકો પોતાના ખર્ચે રસ્તો રિપેર કરી રહ્યા હોવા છતાં મજૂર પણ કામ કરવાની ના પાડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.