કચ્છના મુન્દ્રા તાલુકામાં સંભવિત દારૂના નશામાં ધૂત ટ્રેલર ચાલકે લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. છસરા અને મોખા ગામ વચ્ચે અંજાર-મુન્દ્રા હાઈવે પર આ ઘટના બની હતી.
સ્થાનિકોના મતે ટ્રેલર ચાલકે દારૂના નશામાં લગભગ 8 કિલોમીટર સુધી વાહનને સર્પાકાર ગતિમાં દોડાવ્યું હતું.
આ દરમિયાન રસ્તા પરના અન્ય વાહન ચાલકો ભયભીત થઈ ગયા હતા. અંતે ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા ટ્રેલર પલટી ખાઈ ગયું હતું.
અકસ્માતમાં ટ્રેલર ચાલકને માથામાં ઈજાઓ થઈ છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
સ્થાનિક લોકોએ આવા બેફામ વાહન ચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જો કે, આ મામલે હજુ સુધી પોલીસ દફ્તરે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
લોકોએ સંબંધિત તંત્ર પાસે આવા ગફલતભર્યા ડ્રાઇવિંગ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.