થરાદ માર્કેટ યાર્ડ જવાના રસ્તા પર મોટા અંડર ગ્રાઉન્ડ વિજ લાઇનના વાયર રોડ વચ્ચે ત્રણ ચાર દિવસથી પડેલ હોવાથી જેનો એહવાલ પ્રકાશિત કરવામાં આવતાં કોન્ટ્રાકટર દોડતાં થયા હતાં. વિજ વાયરને હટાવવામાં આવ્યાં હતાં. વિજ વાયર હટાવતાં રાહદારીઓમા હાશકારો થયો હતો.
થરાદ મુખ્ય બજારમાં માર્કેટ યાર્ડ જવાના રસ્તા પર વાહન વધુ પ્રમાણમાં હોય છે. ગામડાઓમાં આવતાં ખેડૂતો માર્કેટ યાર્ડ બાદ બજારમાં ખરીદી કરવા આવતાં હોય છે. ત્યારે વચ્ચે રસ્તામાં અંડર ગ્રાઉન્ડ વિજ લાઇનની કામગીરી ચાલી રહી છે. ત્યારે રસ્તા વચ્ચે વીજ વાયરને જાહેરમાં મૂકી રાખતાં લોકો પરેશાન થઈ રહ્યા હતાં. જેનો એહવાલ પ્રકાશિત કરવામાં આવતાં કોન્ટ્રાકટર દોડતાં થયા હતા અને વિજ વાયરને હટાવવામાં આવ્યાં હતાં. જેથી અવરજવર કરતાં વાહનચાલકો અને રાહદારીઓમાં હાશકારો થયો હતો.