ટુકડો ત્યાં હરિ ઢુકડો એ ન્યાયે સાવરકુંડલા શહેરમાં વિરબાઈમાંના જન્મદિવસ નિમિત્તે પ્રથમ વખત મહાપ્રસાદનું આયોજન એ પણ રઘુવંશી સમાજ માટે અહોભાગ્ય સમાન ગણાય
માતૃશક્તિની વંદનાનું આ પર્વ સાવરકુંડલા શહેર માટે ખરેખર વંદનીય અને પ્રશંસનીય ગણાય

સાવરકુંડલા શહેરમાં પણ વસંત પંચમીના રોજ વિરબાઈમાંની ૨૧૯ મી જન્મજયંતી ખૂબ જ શ્રધ્ધા અને ભક્તિ અને આસ્થા સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવી. આ પ્રસંગે વિરબાઈમાંના જન્મદિવસ નિમિત્તે ભાવિકો દ્વારા કેક પણ કાપવામાં આવી. સાવરકુંડલા શહેરમાં વિરબાઈમાં ટિફિન સેવા પણ કાર્યરત છે. અને ૧૩૦ જેટલા જરૂરિયાતમંદ લોકોને ઘરે વિનામૂલ્યે ટિફિન પહોંચાડવામાં આવે છે આ ઉપરાંત પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે.

આજના આ પાવન પ્રસંગે વિરબાઈમાંનું પૂજન અર્ચન સંપૂર્ણ આસ્થા અને ભક્તિપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવેલ. આ પ્રસંગે અનેક ભાવિકોએ પણ દર્શનનો લાભ લીધો હતો. અને ખાસ વાત જણાવીએ તો આજના આ પાવન પ્રસંગ નિમિત્તે સમગ્ર શ્રી વિરબાઈમાં ટિફિન સેવા તરફથી લોહાણા સમાજ તથા ભાવિકો માટે મહાપ્રસાદનું અહીંની લોહાણા મહાજન વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રઘુવંશી સમાજના તમામ ભાવિકોએ પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. આમ પણ સાવરકુંડલા શહેરમાં રઘુવંશી સમાજ બહોળી સંખ્યામાં વસે છે.



અહીં જલારામ મંદિરે પણ દર ગુરૂવારે ખીચડી કઢી સાથે પ્રસાદનું આયોજન પણ થાય છે..આમ સાવરકુંડલા શહેરમાં માતૃશક્તિની વંદના એ સંદર્ભે પ્રથમ વખત મહાપ્રસાદનું આયોજન થયું એ રઘુવંશી સમાજ માટે અહોભાગ્ય ગણાય.

બિપીન પાંધી સાવરકુંડલા