રાજકોટ હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી તમામ મુદ્દામાલ રીકવર કરતી થોરાળા પોલીસ.
રાજકોટ શહેર તા.૧૩/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મીલકત સબંધી ગુનાઓ અટકાવવા સારૂ સુચના કરેલ હોય. જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના PSI એમ.એસ મહેશ્વરી તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં સખત પેટ્રોલીંગમાં ચોરીના અનડીટેક્ટ ગુન્હા ડીટેક્ટ કરવા સુચના કરેલ હોય, જે અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન હસમુખભાઇ નિનામા, રાકેશભાઇ બાલાસરા, જયરાજસિંહ કોટીલા નાઓએ યુનારાવાડ શેરીનં-૪ ખાતે તથા આજુ-બાજુમાં CCTV ચેક કરી CCTV માં બે શંકાસ્પદ ઇસમો જોવામાં આવેલ હતા જે શંકાસ્પદ ઇસમોની વોચ તપાસમાં હતા ત્યારે સંયુક્ત હકિકત મળેલ કે ચોરી કરેલ બે શંકાસ્પદ ઇસમો ટ્રેક્ટર ચોક ભાણજીબાપાના પુલ પાસે ઉભેલ છે. તે હકિકત આધારે સ્ટાફ સાથે જગ્યાએ જઇ બે ઇસમોને પકડી પોલીસ સ્ટેશન લાવી ઇસમોની આગવી ઢબે યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા બે ઇસમોએ જણાવેલ કે, અમોએ આજથી આશરે એકાદ મહિના પહેલા ચુનારાવાડ શેરીનં.૪ ખાતેથી દુકાનની શટરનુ તાળુ તોડી દુકાનમાં ચોરી કરેલ હોવાનું જણાવતા હોય, થોરાળા પો.સ્ટે. BNS કલમ-૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫(એ) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને મુદ્દામાલ કબ્જે કરેલ છે. ભારતીય ચલણની ૧૦૦ ના દરની ચલણી નોટો નંગ-૯૦ કિ.૬૦૦૦ (૧) વિપુલભાઇ વલ્લભભાઇ કાવેઠીયા ઉ.૨૮ રહે.કુબલીયાપરા શેરીનં.૫ રાજકોટ. મુળ.ગલકોટડી તા.બાબરા જી.અમરેલી (૨) કરણભાઇ ઉર્ફે પેડો વિનુભાઇ રવજીભાઇ સોલંકી ઉ.૨૫ રહે.કુબલીયાપરા શેરીનં.૫ ચંદ્રીકા પાનવાળી શેરી રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.