પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટીંગ અને આપઘાત દુષ્પ્રેરણના કેસમાં મોટી સફળતા મળી છે.
પેરોલ-ફર્લો સ્કવોર્ડે નાસતા ફરતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પંચમહાલ-ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઈ હતી.
પેરોલ ફર્લો સ્કવોર્ડના પો.સ.ઈ. બી.એમ.રાઠોડની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું.

પકડાયેલા આરોપીઓમાં માનસીંગભાઈ પુનાભાઈ ડીંડોર, દલસુખભાઈ પુનાભાઈ ડીંડોર અને વિજયભાઈ અખમભાઈ ઉર્ફે કોહ્યાભાઈ ડીંડોરનો સમાવેશ થાય છે.
આ ત્રણેય આરોપીઓ બોરીયા ગરાડીયા ફળીયામાં રહે છે. પોલીસે તેમને તેમના ઘરેથી જ પકડી પાડ્યા હતા.
આ કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૦૮, ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨), ૩૩૩ અને જી.પી.એકટ કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધાયેલો છે.
પકડાયેલા આરોપીઓને વધુ કાર્યવાહી માટે શહેરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
