પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે.
તલવાણા નજીક હોટલ ઓમ બન્ના પાસેથી ગેસ ટેન્કરમાં છુપાવેલો 1.53 કરોડનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે.
પોલીસે કુલ 26,179 બોટલ દારૂ સાથે 1.64 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસને મળેલી બાતમી મુજબ, યુવરાજસિંહ જાડેજા અને જીતુભા સોઢા તેમના સાગરિતો સાથે મળીને ગુજરાત બહારથી દારૂ મંગાવી રહ્યા હતા.
યુવરાજસિંહ પોતાની ફોર્ચ્યુનર કારથી ટેન્કરનું પાયલોટિંગ કરી રહ્યો હતો.
પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓમાં રાજસ્થાનના કૃષ્ણકુમાર જાટ (24), લોકેન્દ્રસિંહ રાજપૂત (21) અને માંડવીના રામદેવસિંહ જાડેજા (25)નો સમાવેશ થાય છે.
મુખ્ય આરોપીઓ યુવરાજસિંહ જાડેજા અને જીતુભા સોઢા હજુ ફરાર છે. બંને લિસ્ટેડ બુટલેગર તરીકે પોલીસ રેકોર્ડમાં નોંધાયેલા છે.
જપ્ત કરાયેલો મુદ્દામાલ કોડાય પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે.