Gujarat

બે ટ્રક વચ્ચે ટક્કર થઈ, કોઈ જાનહાની નહીં, બાલારામ બ્રિજ પર ટ્રાફિક જામ

પાલનપુર-આબુ નેશનલ હાઈવે પર બાલારામ બ્રિજ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો છે. આબુ રોડ તરફથી પાલનપુર તરફ જઈ રહેલા બે ટ્રક વચ્ચે ધડાકાભેર અથડામણ થઈ હતી.

અકસ્માતને પગલે બાલારામ બ્રિજ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ અમીરગઢ અને પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

અકસ્માતમાં પાછળના ટ્રકને મોટું નુકસાન થયું છે. જો કે, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. હાલ પોલીસે હાઈવે પર ટ્રાફિક નિયંત્રણ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.