પાલનપુર,વાવ,અંબાજી બનાસકાંઠા જિલ્લામાં 40 મિનિટમાં 3 સ્થળે બચાવ કામગીરીના ભાગરૂપે મોકડ્રીલ કરાઈ હતી. ચંડીસર : ઓપરેશન અભ્યાસના ભાગરૂપે સિવિલ ડિફેન્સની લોકોમાં જાગૃતિ માટે ચંડીસર ખાતે આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) ખાતે મોક ડ્રીલ યોજાઈ હતી. આ ડ્રીલના માધ્યમથી HPCL જેવી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં દુર્ઘટનાની પરિસ્થિતિમાં ત્વરિત કામગીરી કરવામાં આવી હતી.
સાંજે 5ને 17 કલાકે એચપીસીએલ દ્વારા આગ લાગ્યાનો મેસેજ છોડવામાં આવ્યો હતો. આ આકસ્મિક ઘટનામાં જુદા જુદા વિભાગો કેટલી મિનિટમાં ત્યાં પહોંચ્યા તે રજીસ્ટરમાં નોંધ કરવામાં આવી હતી. રેવન્યૂ વિભાગ દ્વારા તમામ કોર્ડીનેશન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને લોક કરવા અને આકસ્મિક ઘટના સાથે જોડાયેલા વાહનોને સરળતાથી પસાર કરવાની કામગીરી કરવામાં આવી હતી ફાયર વિભાગ એ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આરોગ્ય વિભાગ દ્વારા ગાયનોને સારવાર આપવા તેમજ 108 દ્વારા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે એચપીસીએલના સ્ટાફ દ્વારા આંતરિક તમામ વ્યવસ્થા જોવામાં આવી હતી.
નડાબેટ : નડાબેટના મોકડ્રિલ સમયે દિયોદર એએસપીએ તમામ લોકોને મોકડ્રિલની માહિતી આપી હતી ને સાયરન વાગ્યું કે તરત એક બાજુ આગ લાગતાં ફાયર ફાઇટર ઘટના સ્થળે આવી આગ પર કાબૂ મેળવ્યો કે તરત ધડાધડ બે બોમ્બ ફાટ્યા ને પોલીસ જવાનોએ આવવાના રસ્તાઓ ઉપર મોર્ચો સંભળાયો. પાંચ લોકો બોમ્બથી ઘાયલ થતાં એમ્બ્યુલન્સના સાયરનો ગુજીં ઉઠ્યા. દિયોદરએએસપીએ લોકોને બ્લેક આઉટ સાજે 7.45થી 8.15 સુધી લાઈટો બંધ રાખવા કહ્યું હતું. અંબાજી : મંદિરમાં મોકડ્રિલના પગલે બપોરે બે વાગ્યાથીજ વહીવટી તંત્ર ફાયર, આરોગ્ય, ડૉગ સ્કવોડ, બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહિત ત્રણસો l સુરક્ષા કર્મીઓનો કાફલો અંબાજી મંદિર મા ખડકાયો હતો. ચાર ને સાત મિનિટે મોકડ્રિલની શરૂઆત કરવામા આવી હતી. આ માટે મંદિર પરિસર મા એક કંટ્રોલ રૂમ ,આરોગ્ય સુવિધા સહિત સાત નંબરના ગેટ પર સેફ રૂમ lની વ્યવસ્થા ઊભી કરવામા આવી હતી.